સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

પ્રેમીએ પ્રેમ સબંધ તોડી નાખતા

ઉપલેટામાં કિન્નરને લાગી આવતા કેરોસીન છાંટી આપઘાત કરી લીધો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૧૦: અહિંયા ભવાની નગરમાં રહેતી કિન્નરને તેમના પ્રેમીએ પ્રેમ સંબંધ તોડી નાખતા લાગી આવતા તેમના ઘરે કેરોસીન છાંટી આપઘાત કરતા ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ઉપલેટા સારવાર બાદ જૂનાગઢ ખસેડતા સારવાર દરમ્યાન કરૂણ મોત થયેલ છે.

ભૂમિ કિનર નરશીભાઇ પૂંજા ભાઇ (ઉવ.૨૬) વાળી ગત.૩ના રોજ તેમના ઘરે કેરોસીન છાંટી આપઘાત કરતા જૂનાગઢ સારવાર દરમ્યાન તા. ૭ના રોજ મોત થયેલ છે.

આ અંગે જૂનાગઢથી કાગળો આવતા ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલ હતી. બાદ દેવીપૂજક જીવનભાઇ ધરમશીભાઇ સોંલકી રે ઉપલેટા સામે ફરીયાદ થતા તપાસ હાથ ધરેલ છે. ફરીયાદમાં જણાવેલ મુજબ આરોપી જીવનને રોકડ રૂપિયા, દાગીના તથા એકફોરવીલ આપેલ હોય તે પરત માંગતા આપવાનો ઇન્કાર કરીને પ્રેમ સંબંધ તોડી નાખતા કિન્નર ભૂમીને લાગી આવતા આ પગલું ભરેલ હોય તેથી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પો. જે. વૈશાલભાઇ પાંચાભાઇ હુંણએ હાથ ધરેલ છે.

(11:37 am IST)