સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

અમરેલીમાં પાંચ ચોરાઉ બાઇક સાથે ત્રણ ઝડપાયા

અમરેલી,તા.૧૦: અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા પો.સબ ઇન્સ.ડી.એ.તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાની ટીમ દ્વારા સોમનાથ મંદિર પાસેથી ત્રણ ઇસમોને તેના કબ્જામાં રહેલ ચોરીના ૦૫-મોટર સાઇકલો સાથે પકડી પાડી ભાવનગર તથા રાજકોટ તથા અમરેલી જીલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ(૧) સુરેશ ઉર્ફે નાનો બબાભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો- મજુરી રહે.ખારા તા.લીલીયા , (૨) ગોવિંદ લલ્લુભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.વરૂડી રોડ, જગુપુલ પાસે અમરેલી, (૩) કાળુભાઇ અમરાભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.ખારા.

(૧) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૫-પીકે-૯૬૮૬ કિ.રૂ.૩૦,૦૦૦/-

(૨) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૧૪-એસી-૭૨૩૦ કિ.રૂ.૩૦,૦૦૦/-

(૩) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૪-બીકયુ-૧૯૨૦ કિ.રૂ.૧૫,૦૦૦/-

(૪) હીરો સ્પ્લેન્ડર પ્રો રજી.નં. જીજે-૦૩-જેએ-૨૭૧૬ કિ.રૂ.૩૦,૦૦૦/-

(૫) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ઇએમ-૦૯૧૭ કિ.રૂ.૩૦,૦૦૦/-પકડેલ છે.

ઉપરોકત મોટર સાયકલો ચોરી થયેલ તે અંગે  (૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૦૧૪૫૦/૨૦૨૦ IPC ક.૩૭૯, (૨) લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૩/૨૦૧૮ IPC ક.૩૭૯, (૩) ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૩૫/૨૦૧૮ IPC ક.૩૭૯ ગુન્હા દાખલ થયેલ છે.

(11:46 am IST)