સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ગોંડલમાં ઓફિસમાં જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ પતાપ્રેમી પકડાયા

ગુંદાળાનો ક્રિપાલ કોળી કોટનની ઓફીસમાં જૂગાર રમાડતો'તો

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર ઓફીસમાં ચાલતા જૂગારના હાટડા ઉપર સીટી પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર આવેલ યમુના કોમ્પલેક્ષમાં રાધેશ્યામ કોટન નામની ઓફીસમાં ક્રિપાલ જયંતીભાઇ ડાભી રહે. ગુંદાળા બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા સીટી પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કો. હરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા ઓફીસના સંચાલક ક્રિપાલ કોળી, ભરત ભનુભાઇ કોળી, જીજ્ઞેશ ચનાભાઇ કોળી તથા સાગર ગોવિંદભાઇ કોળી રહે. તમામ ગુંદાળા, રાજેશ ભગવાનજીભાઇ વામજા રહે. બ્રહ્માણીનગર ગોંડલ તથા દિલીત જયંતીભાઇ ભાલાળા રહે. કમઢીયા તા. ગોંડલને રોકડા રૂપિયા ર૩,૪૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)