સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

બગસરામાં ર૦ મોબાઇલની ચોરી અંગે બે શખ્સ ઝબ્બે

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા., ૧૦: ગત તારીખ ર૯ના મોડી રાત્રીના સરગમ મોબાઇલ નામની દુકાનમાં કોઇ તસ્કરોએ દુકાનના પાછળના ભાગે શટર ઉંચકાવી અલગ-અલગ કંપનીના ૨૦ જેટલા મોબાઇલ કુલ રૂપીયા ૨૯૦૦૦૦ની ચોરી કરી દુકાનના સીસીટીવી કેમેરા તોડી રૂપીયા ૫૫૦૦નો નુકશાન કર્યાની દુકાન માલીક ઇદ્રીશભાઇ સૈયદે ફરીયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લીપ્તરાયની સુચનાથી ગુનાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો સુચના આપતા ડીવાયએસપી એમ.એસ. રાણાના માર્ગદર્શન નીચે એક અલગ ટીમ બનાવી પી.આઇ. એચ.કે.મકવાણા પી.એસ.આઇ. યુ.એ.ફ.રાવલ, હેડ કોન્સ્ટેબલ જીગ્રેશભાઇ અમરેલી યોગેશભાઇ પરમાર, રવીદાન ગઢવી, ઘનશ્યામભાઇ મહેતા, જયરાજભાઇ વાળા, સુલતાનભાઇ પઠાણ સહીતના સ્ટાફે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ૨૦ મોબાઇલ તેમજ મોબાઇલના ઓરીજીનલ ચાર્જર સહીતના તમામ મુદામાલ સાથે આરોપી સલીમ આદમ ચોપડા, જુનેદ અબુભાઇ લાખાણી રહે. બગસરા વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:47 am IST)