News of Thursday, 10th September 2020
પોરબંદરમાં કોરોનાથી પ૩ વર્ષના પુરૂષનું મોતઃ નવા ૮ પોઝીટીવ કેસ
(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ પ૩ વર્ષના પુરૂષનું મોત નિપજયું હતું. જયારે કોરોના પોઝીટીવના નવા ૮ કેસ આવ્યા છે.
કોરોનાની સારવાર લઇ રહેલ પ૩ વર્ષના પુરૂષનું મોત થયેલ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મરણ આંક ૪પ થયેલ છે. જયારે કોરોના પોઝીટીવના નવા ૮ કેસમાં કોળીવાડમાં ૪૩ વર્ષના મહિલા, રાવલીયા પ્લોટમાં ર૯ વર્ષની મહિલા ઉપરાંત કુતિયાણાના ગોકરણ, ધરમપુર તથા રાણાકંડોરણા અને દેગામમાંથી કોરોના પોઝીટીવ કેસ આવેલ છે.
પોરબંદર જિલ્લામાં કોરોનાના ૩ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે અત્યાર સુધીમાં કુલ ૩૪ર દર્દીઓ સાજા થયેલ છે.
(12:45 pm IST)