સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

છેલ્લા પાંચ દિવસમાં એક પણ મોત નહિ

જુનાગઢ જિલ્લામાં વધુ પોઝીટીવ ૩૭ કેસ નોંધાતા કુલ કેસ ર૦૪ર થયા

જુનાગઢમાં ર૧.ર૪ કલાકમાં ૧૬ કેસ નોંધાયા

(વિનુ જોશી)  જુનાગઢ તા.૧૦ :  જુનાગઢ જિલ્લામાં વધુ ૩૭ પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક વધીને ર૦૪ર થવા પામ્યો છે.

હજુ પણ લોકોની બેરદકારી અને જાગૃત સાવચેતીના અભાવે જિલ્લામાં કોરોના કેસ  સતત વધી રહયા છે.  સોમવારથી કોવિ૯-૧૯ વિજય રથ શરૂ કરીને તંત્રએ સંક્રમણ અટકાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતર પણ જાળવતા નથી જેને પરિણામે જુનાગઢ જિલલામાં પોઝીટીવ કેસ સતત વધી રહયા છે.

ર૪ કલાકમાં વધુ ૩૭ કેસ નોંધાયા છે. જેમાં જુનાગઢ સીટીના ૧૯ કેસ છે.  જુનાગઢ શહેરમાં સોમવારે ૧૭ કેસ, મંગળવારે ૧૮ અને ગઇકાલે બુધવારે ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા. આમ જુનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી એક એક કેસનો વધારો થયો છે.

બુધવારે જનુાગઢ ગ્રામ્ય કેશોદ, માણાવદર અને વંથલીમાં એક એક કેસ ભેસાણ માળીયા હાટીના તાલુકામાં ત્રણ ત્રણ કેસ, મેંદરડામાં બે અને વિસાવદર ખાતે બે કેસ સામે આવ્યા હતા.

નવા ૩૭ કેસની સામે વધુ રપ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. જેમાં જુનાગઢ સીટીના ૧ર, જુનાગઢ રૂરલ, માણાવદર મેંદરડાના એક-એક દર્દી અને કેશોદમાં બે, માળીયાના બે બે માંગરોળ તથા વંથલી તાલુકાના  ત્રણ ત્રણ દર્દીને કોરાનાને માત આપી હતી.

જયારે છેલ્લા પાંચ દિવસથી કોરોના એક પણ દર્દીનું મોત થયુ નથી. છેલ્લે ગત તા.૪ સપ્ટેમ્બરના રોજ જુનાગઢ સીટીના એક કોરોના દર્દીએ અંતિમ શ્વાસ લીધા હોવાનું તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:48 pm IST)