સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જામનગર કોર્પોરેશનના ઇજનેરની ફરજમાં રૂકાવટઃ પોલીસ ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ નટવરલાલ જાની એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૯–ર૦ર૦ના જામનગર મહાનગપાલિકા પ્રોર્ઝેકટ એન પ્લાન શાખામાં આ કામના ફરીયાદી ભાવેશભાઈ પોતાની ફરજમાં હાજર હોય તે દરમ્યાન આ કામના આરોપી કોન્ટ્રાકટર પરેશભાઈ જમનભાઈ ચોવટીયા, રે. જામનગરવાળો ફરીયાદી ભાવેશભાઈની ઓફીસમાં કેફી પ્રવાહી પી આવેલ અને ફરીયાદી ભાવેશભાઈ પાસે પ૦ લાખ રૂપિયાની માંગણી કરી જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢીને માર મારવાની ધમકી આપેલ અને બિલ્ડીંગ તોડી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.

(3:53 pm IST)