સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે: હવામાન વિભાગની આગાહી

 અમદાવાદ :એક સપ્તાહના વિરામ બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે, 

  રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા સેવવામાં આવે છે.

  હવામાન વિભાગના મતે 13 સપ્ટેમ્બરે લો – પ્રેશર સક્રિય થશે. જેના કારણે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું જોર વધશે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

(7:34 pm IST)