સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

સામખિયાળી પાસે ૪૦ લાખનો દારૂ ઝડપાયો : નાળિયેરીની આડમાં નાસિકથી ટ્રકમાં ગાંધીધામ લવાતો હતો

પૂર્વ કચ્છ એલસીબીનો સપાટો : બુટલેગરો દ્વારા હરિયાણા : રાજસ્થાન પછી હવે મહારાષ્ટ્રનું નેટવર્ક ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાઓ વચ્ચે પણ બૂટલેગરો દ્વારા લાખો રૂપિયાના દારૂનું ગેરકાયદે નેટવર્કનું જાળું વિસ્તરેલું છે. પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી દરમ્યાન ઝડપાતાં દારૂના જથ્થાનો આંક ઘણીવાર લાખોને આંબે છે.

પૂર્વ કચ્છ એલસીબીએ આ જ રીતે વધુ એકવાર સપાટો બોલાવી નાસિકથી ટ્રક દ્વારા કચ્છ લઈ અવાતો ૪૦ લાખ ૬૭ હજારનો જથ્થો ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે. સામખિયાળી પાસે પેટ્રોલિંગ દરમ્યાન પૂર્વ બાતમીને આધારે ટ્રક નં. જીજે ૧૫ એટી ૦૨૦૯ ને અટકાવી તપાસ કરતાં દારૂની અલગ અલગ બ્રાન્ડ નો ૮૮૫ પેટીમાં ૧૦,૬૦૦ બોટલ અને બીયરની ૮૬ પેટી ૨૦૬૪ ટીન નો મોટો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર રામચંદ્ર રામપ્રસાદ યાદવ, યુપીની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમ્યાન ગાંધીધામના બાટા શો રૂમ, જવાહર ચોક નામની રસીદ ટ્રક ડ્રાઈવર પાસેથી મળી છે. જોકે, દારૂની ડિલિવરી કોને આપવાની હતી તે અંગે ગાંધીધામ પહોંચ્યા બાદ ટ્રક ડ્રાયવરને ફોન આવવાનો હતો. એલસીબી પીઆઈ સુમિત દેસાઈ અને સ્ટાફે આ કાર્યવાહી કરી છે.

(4:03 pm IST)