સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

મોરબીના રવિરાજ ચોકડી નજીક બે વર્ષ પૂર્વે હત્યા કરનાર આરોપી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: રવિરાજ ચોકડી પાસે યુવાનની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ બે વર્ષથી ફરાર હોય જે આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની રવિરાજ ચોકડી પાસે ગત તા. ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ ભાવેશ મંગાભાઈ રાવા નામના યુવાનની અજાણ્યા વ્યકિતએ માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરી હત્યા કર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ હતી જે આરોપી દિલાવર કરીમ ચાવડા (ઉ.વ.૩૫) રહે રાજકોટ પારેવડી ચોક મૂળ વાંકાનેર શકિતપરા વાળો અગાઉ મોરબીમાં તેની પત્ની અને બાળકો સાથે રહેતો હોય દરમિયાન આરોપીની પત્ની હસીનાબેન સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હોય જે મામલે આરોપી દિલાવર દ્વારા ભાવેશને તેની પત્ની સાથે આડા સંબંધ નહિ રાખવા સમજાવવા બાબતે માથાકૂટ થઇ હતી અને દિલાવરને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા છૂટાછેડા આપી બીજા લગ્ન કરી લીધા હોય જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી દિલાવર ચાવડાએ તેના મિત્ર પવનકુમાર ભૈયા રહે રાજકોટ વાળા સાથે આવી ભાવેશ ભરવાડ નામના યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીકી હત્યા કરી નાસી હોવાની ઝડપાયેલ આરોપીએ કબુલાત આપી હતી એલસીબી ટીમે આરોપી દિલાવર ચાવડાની ધરપકડ કરી છે તો અન્ય આરોપી પવનકુમાર ભૈયા રહે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ મૂળ યુપી વાળાની શોધખોળ આદરી છે.

(10:19 am IST)