સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો : તીવ્રતા 3,3 નોંધાઈ : લોકોમાં ભારે ફફડાટ

કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં 11.8 કિમી દૂર આ આંચકો નોંધાયો

કચ્છઃ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 9.05 મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે.ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો  છે, કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં 11.8 કિમી દૂર આ આંચકો નોંધાયો છે. ભૂકંપના આ આંચકાથી જાન-માલને કોઈ નુકસાન થયું નથી. શિયાળાની સીઝનમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણે કચ્છમાં ભૂકંપના ઝટકા આવતા રહે છે.

(10:59 am IST)