સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

મેંદરડાના ભાટીયા ગામે ૧૪ કબૂતરોની હત્‍યા મીજબાની માણવા કૃત્‍ય : આરોપી મજૂરો ફરાર

(ગૌતમ શેઠ દ્વારા) મેંદરડા,તા. ૧૧: ભાટીયા ગામે કબૂતરોની ગરદન કાપી ઘાતકી હત્‍યા કરવામાં આવી છે કબૂતરોની હત્‍યા કરનાર પરપ્રાંતિય મજૂરો હોવાની ગ્રામજનોએ શંકા વ્‍યક્‍ત કરી છે એક તરફ કોરોના બાદ હવે જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્‌લુનો કહેર જોવા મળી રહ્યો છે ત્‍યારે પક્ષીઓને શિકાર બનાવી તેની મિજબાની માણવા માટે નિર્દોષ અને ભોળા ગણાતા ૧૪ જેટલા પારેવડાઓની ગરદન કાપી હત્‍યા કરવામાં આવી છે સ્‍થાનિકોના આક્ષેપ મુજબ ભાટીયા થી મેંદરડા તરફના રસ્‍તામાં ખેતરનાં કુવામાં રાત્રિના સમયે ૬ થી ૭ જેટલા પરપ્રાંતિય મજૂરોની ટોળકીએ કુવા પર નેટ બાંધીને કૂવામાં માળો બનાવી રહેતા કબૂતરોને ભડકાવી ઉડાવી એક એક કબૂતરને પકડી તુરંત જ છરી ચાકા વડે ગરદન કાપી લઈ જવાની પેરવી કરતા હતા તેવામાં અચાનક વાડી માલિક આવી જતા કબૂતરોના હત્‍યારા પરપ્રાંતિય મજૂરો રફુચક્કર થઈ ગયા હતા અને બાદમાં આ અંગેની સ્‍થાનિક લોકોએ તપાસ કરતાં ગામમાં જ ખેત મજૂરી કરતા પરપ્રાંતીય મજૂર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્‍યારે આ મામલે તટસ્‍થ તપાસ કરી કબૂતરોના હત્‍યારાઓને તાત્‍કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

(11:20 am IST)