સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ઝાલાવાડમાં ૪૩ પક્ષીના મોત : કચ્છમાં મૃત જળ કાગડાના સેમ્પલ મોકલાયા

બર્ડ ફલુની દહેશતથી લોકોમાં ચિંતા : પક્ષીઓ બર્ડ ફલુથી બચે તે માટે દવાઓનું વિતરણ

તસ્વીરમાં મૃત પક્ષીઓ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ : બર્ડ ફલુના સૌરાષ્ટ્ર - કચ્છમાં કેસ ન વધે તે માટે તંત્ર એલર્ટ છે. આવી સ્થિતિમાં ઝાલાવાડમાં એક જ દિવસમાં ૪૩ પક્ષીઓના મોત નિપજ્યા હતા. જ્યારે કચ્છમાં મૃત હાલતમાં મળેલા જળ કાગડાના સેમ્પલો પરિક્ષણ માટે મોકલાયા છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાતમાં બર્ડ ફલૂ વકર્યો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે બર્ડ ફલુ અને માથું ઉચકયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બર્ડફલુના કારણે ટપોટપ પક્ષીઓના મોતની નીપજી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડફલુના વાઇરસના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારના દિવસે એક જ દિવસમાં ૪૩ પક્ષીઓ ના અલગ અલગ જગ્યાએ મોત નિપજવા બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના થઈને ૪૩ જેટલા પક્ષીઓ વાયરસના કારણે માંદા રહી અને ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીના ચમકારા વચ્ચે બર્ડફલુના વાયરસ એ માથું ઉચકયું છે કયારે સુરેન્દ્રનગર જિલ્લાના પક્ષી પાલકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ જગ્યાઓ ઉપર કાલે એક જ દિવસમાં વાયરસના કારણે ૪૩ પક્ષીઓના મોત નિપજયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડફલુના વાયરસને માથું ઉચકયું છે જેને લઇને પક્ષીપ્રેમીઓ માં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે અને એક જ દિવસમાં ૪૩ પક્ષીઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડ ફલૂએ માથું ઉચકયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ૪૩ પક્ષીઓના બર્ડ ફલુ ના કારણે મોત નિપજવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કબૂતર ચકલી કાગડા મરઘા સહિત અનેક પક્ષીઓના બર્ડફલુના કારણે મોત નિપજવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા જીવદયા ની ટીમ આ બાબતે સતર્ક બની છે અને સુરેન્દ્રનગર જિલ્લા જીવદયાની ટીમના કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર જઈને પક્ષી પાડતા પક્ષી ધારકોના ઘરે જઈને દવા અને પાવડર નું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પક્ષી મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવતા દવા અને પાઉડર દ્વારા અને પક્ષીઓ સાજા પણ થઈ રહ્યા છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : અંજાર તાલુકાના ભીમાસર ગામે તળાવમાંથી ૩૫ જેટલા જળ કાગડા મૃત મળી આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. દરમ્યાન સરકારી વેટરનરી તબીબના જણાવ્યાનુસાર આ જળ કાગડાના મોતનું કારણ કૂવાના પાણીમાં રહેલી ઇલે.મોટર હોઈ શકે છે. જોકે, આ કાગડાઓના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. બીજી બાજુ આરોગ્ય વિભાગે ગામમાં સર્વે હાથ ધર્યો છે. જોકે, અત્યાર સુધી કચ્છમાં એક પણ બર્ડ ફલૂનો કેસ ન હોવાની સ્પષ્ટતા તંત્ર દ્વારા કરાઈ છે.

(11:59 am IST)