સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

સુરેન્દ્રનગર અંડરબ્રિજ ફૂટપાથ ઉપર ગટરના તૂટી ગયેલા ઢાંકણા નવા નાખો

વઢવાણ તા.૧૧ : સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તા ઉપર આવેલા અંડર બ્રિજ ઉપર દ્યણા સમયથી ફૂટપાથની આરસીસી પલેટ તુટી ગય હોવાથી આ અંડર બ્રિજ ઉપર મોટી દુર્દ્યટના સર્જાય તેવી ભીતી રસ્તે નિકળતા રાહદારીઓમાં ભય સેવાઈ રહ્યો છે.

વધુ વિગત અને અંડર બ્રિજના રસ્તે પસાર થતા બહોળી સંખ્યામાં રાહદારીઓ સહિત કીરીટભાઈ ત્રીવેદીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તાના અંડર બ્રિજ ઉપર વાહનોની અવર જવર અને ભારે ટ્રાફિકના કારણે અંડર બ્રિજ પાસે આવેલી ગટરની ફૂટપાથ ઉપર રસ્તે નિકળતા રાહદારીઓને પસાર થવુ પડે છે અને તુટી ગયેલા સ્લેબને ઠેકી પસાર થતા મુશકેલી સર્જાય છે ત્યારે આ અંડર બ્રિજ ઉપર દ્યણા સમયથી આરસીસી ભરેલો સ્લેબ તુટી જવાથી રસ્તે નિકળતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અને આ અંડર બ્રિજ ઉપર ત્રણ જગ્યાએ ગટર ઉપર ઢાકેલા આરસીસી ઢાકણા તુટી જવાથી દિવસે તેમજ અંધારામાં રાત્રીના સમયે પસાર થતા રાહદારીઓ અને સિનીયર સિટીઝનો તેમજ બહેનો અને નાના બાળકોનો પગ જો ગટરના ખાડામાં પડશે તો મોટી દુર્દ્યટના સર્જાય તેવી ભીતી શહેરીજનોમાં સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકા પાલીકા દ્વારા તાકીદે અંડર બ્રિજના ફૂટપાથ ઉપર તુટી ગયેલ જગ્યાએ આરસીસી પ્લેટ ઢાંકવામાં આવે તેવી શહેરીજનો અને રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે

(12:14 pm IST)