સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ઢાંકની બેંક શાખામાં ફરી નેટ કનેકટીવીટીના ધાંધિયા : ગ્રાહકો હેરાન

ઢાંક તા.૧૧ : બેંક ઓફ બરોડા શાખામાં છેલ્લા ઘણા દિવસો નેટ કનેકટીવીટીના ધાંધિયા છે વારંવાર રજૂઆત થયેલ હોવા છતા કોઇ પ્રકારનો ફેરફાર થયો નથી.

પાસ ખાતેદારો આખો દિવસ લાઇનમાં ઉભા રહીને થાકીને ઘરે ચાલ્યા જાય છે તેની ફરીયાદો ઉઠી છે.

બેંક શાખા નીચે ગધેથડ, રાજપરા, પ્રાસલા, મેરવદર, સીમનેરા, આ બધો વિસ્તાર હોય ત્યારે આ નેટ કનેકટીવીટીના ધાંધિયાનું શું કરવુ. બેંક શાખામાં સ્ટાફ પાસેથી જાણવા મળ્યુ કે જવાબદારોને ઘણી રજૂઆત કરેલ છે પણ આજદિન સુધીમાં પ્રશ્નનો નિકાલ થયો નથી.

(12:15 pm IST)