સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ત્રીવેણી નદીમાં વિદેશી પક્ષીઓને ગાઠીયા આપવા ઉપર પ્રતિબંધ

વેરાવળ, તા.૧૧: સોમનાથ ત્રીવેણી નદીમાં વિદેશથી હજારો પક્ષીઓ આવે છે બર્ડફલુનો રોગચાળોની ભીતી હોવાથી વનતંત્રએ ગાઠીયા ખવડાવવા ઉપર પ્રતિબંધ મુકાયેલ છે.

સોમનાથ મંદિર પાસે ત્રીવેણી સંગમમાં વિદેશથી હજારો પક્ષીઓ આવેલ છે જે ગીર સોમનાથ સહીત ભારતભરમાંથી આવતા યાત્રીકોનુ આકર્ષણ બનેલ છે યાત્રીકો દ્રારા આ પક્ષીઓને ગાઠીયા નાખવામાં આવતા હતા પણ બર્ડફલુના રોગની આશંકાને લઈ પક્ષીઓને ગાઠીયા નાખવા ઉપર પ્રતિબંધ ફરવવામાં આવેલ છે તેમજ તમામને કડક સુચના આપેલ છે કે કોઈ એ પણ ગાઠીયા ખડાવવા નહી તેમ વનતંત્રના અધિકારીએ જણાવેલ છે.

પોલીસ સાથે ગેરવર્તન

પ્રભાસપાટણ શિવ પોલીસ ચોકી પાસે વાહનો ચેકીગ કરી રહેલ ત્યારે વાહન ચાલકો પાસે કાગળો માંગતા ગેરવર્તન કરતા કડક કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રભાસપાટણ શિવ પોલીસ ચોકી પાસે ટ્રાફીક પોલીસ વાહન ચેકીગની કામગીરી કરી રહેલ ત્યારે રફીક સૈયદ મહમદભાઈ કાદરીએ તમે લુખ્ખાગીરી ચલાવો છો ? તેમ કહી ગેરવર્તન કરતા ફરજમાં રૃકાવટનો ગુનો નોધેલ છે.

ઉચ્ચકક્ષાએ પાસ થતા સન્માન

પ્રભાસપાટણ ભરડા પોળમાં રહેતા કીશન રાઠોડની પુત્રી પ્રાર્થના ફાઈનાન્સની પરીક્ષામાં અમદાવાદમાં ટોપટેન માં સ્થાન પ્રાપ્ત કરતાધારાસભ્ય વિમલ ચુડાસમા દ્રારા સન્માન કરી શુભેચ્છા અપાયેલ હતી.

ધારાસભ્ય મહત્વની કમીટીમાં

સોમનાથના ધારાસભ્યની મહત્વની કમીટીમાં વરણી થયેલ છે તેમાં તાજેતરમાં અનેક ચુંટણીઓ આવી રહેલ છે તેમાં કોગે્રસ પાર્ટીને ગીર સોમનાથ જીલ્લામાં વિજય મળે તે માટે મહત્વ ની જવાબદારી સોંપાય છે.

(1:01 pm IST)