સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇનો દિવ્યાંગ ઇન્ડીયન પ્રિમીયર લીંગના ખેલાડીના ઓકશનમાં સમાવેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખુંટીનો દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમીયર ક્રિકેટ લીંગના ખેલાડીઓના ઓકશનમાં સૌથી વધુ પોઇન્ટ મેળવીને બીજા સ્થાને આવીને ગુજરાત સૌરાષ્ટ્ર અને પોરબંદરનું ગૌરવ વધારેલ છે.

આગામી  રજી ફેબ્રુઆરીથી પંજાબના લુધીયાણા ખાતે શરૃ થઇ રહેલ દિવ્યાંગ પ્રિમીયર લીગનું ઓકશન થયું હતું. આ લીંગમાં ૬ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં (૧) પંજાબ રોયલ્સ (ર) યુપી સુપર કિંગ (૩) બેંગલોર ઇમલ્સ (૪) દિલ્હી સ્ટ્રાઇકર (પ) મુંબઇ ફાઇટર્સ (૬) યુકે ટાઇગર્સ, નિયમ મુજબ દરેક ટીમને પ-પાંચ ખેલાડીઓ ખરીદવાના હતા અને દરેક ટીમને એક સરખા પોઇન્ટ આપવામાં આવ્યા હતાં.

આ ઓકશનમાં દિલ્હીસ્ટ્રાઇકર્સ ભીમાભાઇ ખુંટી ઉપર મોટા દાવ લગાવ્યો હતો એટલે કે દિલ્હી સ્ટ્રાઇકર્સ લગભગ પોતાના પ૦ ટકા પોઇન્ટ ખર્સ કરીને ભીમાભાઇ ખુંટીને ખદીદવામાં સફળ રહી હતી. ઓકશનમાં પોરબંદર તથા ગુજરાત માટે ગૌરવની આલીગના ઓકસનમાં ભીમાભાઇએ એક મોંઘા ખેલાડી તરીકેની છાપ છોડી હતી. આ લીગના ઓકસનમાં ભીમાભાઇ પણ આઇ.પી.એલ.ના ઓકસનની જેમ જ ખેલાડીઓની ખરીદી કરવામાં આવે છે, પણ આ દિવ્યાંગ ક્રિકેરોની કમ નશીબી એ છે કે આ ખેલાડીઓને પૈસાની જગ્યાએ પોઇન્ટ આપીને ખરીદવામાં આવે છે. આઇપીએલમાં ખેલાડીઓની ખરીદી કરોડો રૃપિયા આપીને થાય છે. ભીમાભાઇ ચાર જેટલી ઇન્ટરનેશનલ સીરીઝ રમી રહ્યા છે જેમાં નેપાળ, મલેશિયા, બંગ્લાદેશ અને દુબઇ સામીલ છે અને ભીમાભાઇએ ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ પોતાનું નામ રોશન કરેલ છે. ભીમાભાઇ એ જણાવ્યું હતું કે બીજા રાજયના ખેલાડીઓને પોતાની ડીસ્ટ્રીક તેમજ પોતાના રાજયના ઉદ્યોગપતિઓ ત્યાંની સંસ્થાઓ તથા ઘણા બધા લોકો સપોર્ટ કરવા આગળ આવે છે. વિશ્વાસ છે કે મારા પોરબંદર તથા ગુજરાતબશીઓ ટેલેન્ટની કદર કરીને સપોર્ટ કરવા જરૃરી આગળ આવે છે. ભીમાભાઇને મોબાઇલ નંબર ૯૭ર૬૭ ર૯૭૩૧.છે

(1:15 pm IST)