સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ગોંડલમાં દર દરની ઠોકરો ખાઇ ભાઈની શોધ કરતી બહેન

મોટાભાઈના નિધન બાદ માનસિક બીમારીથી યુવાન પીડાઈ

ગોંડલ, તા.૧૧: કુકાવાવ તાલુકાના દેવળકી ગામના ભાઈ બહેન થોડા દિવસો પહેલા ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે મોટા બહેનના દ્યરે આવ્યા હોય માનસિક અસ્થિર ભાઈ અચાનક ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી તેમ છતાં પણ ભાઈ મળી ન આવતા બહેન ગોંડલમાં દર દરની ઠોકરો ખાય ભાઈ ને શોધી રહી છે.

ભાઈ બહેનના નિર્મળ અને પવિત્ર ગંગા સમાં પ્રેમ નું જીવતું જાગતું ઉદાહરણ ગોંડલની બજારોમાં જોવા મળી રહ્યું છે મૂળ કુકાવાવ તાલુકાના દેવળકી ગામે રહેતા સરોજબેન વીરજીભાઈ સોંદરવા થોડા દિવસો પહેલા પોતાનાં માનસિક બીમારીથી પીડાતા ભાઈ રોહિત ઉંમર વર્ષ ૨૨ ને લઈને ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે રહેતા મોટા બહેન ચંદ્રિકાબેન સુરેશભાઈ રાઠોડ ને ત્યાં રોકાવા માટે આવ્યા હતા પરંતુ કરમની કઠણાઈ હોય માનસિક અસ્થિર ભાઈ અચાનક ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજ દિન સુધી વહાલસોયા ભાઈની કોઈ ભાળ ન મળતા બહેન હાથમાં ફોટો અને આંખમાં આંસુ લઈને ભાઈ ને દર દરની ઠોકરો ખાય શોધી રહી છે.

ઘટનામાં વધુ કરુણતા એ છે કે રોહિત વિરજીભાઇ સોંદરવા થોડા સમય પહેલા સ્વસ્થ હતા અને કડિયા કામ કરી ઘર ગુજરાતમાં મદદ કરતા હતા પરંતુ પોતાનાં મોટાભાઈ પીન્ટુભાઇનું બીમારી બાદ મૃત્યુ થતા ઘેરો આઘાત લાગ્યો હતો.જેને કારણે માનસિક અસર થતાં મગજ અસ્થિર બન્યું હતું..

(1:20 pm IST)