સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

જુનાગઢમાં ચોરીના મોબાઇલ મેળવીને એસેમ્‍બલીંગ-ડીસેમ્‍બલીંગ કરીને વેચનાર શખ્‍સ પ૦૪ મોબાઇલ સાથે ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ : જુનાગઢ એસઓજી ટીમે નજીવી કિંમતમાં ચોરીના મોબાઇલો મેળવીને એસેમ્‍બલીંગ અને ડીસેમ્‍બલીંગ કરી વેચનાર જુનાગઢના કાજીમ મહમદભાઇ રાજસુમરા ગામેતી (ઉ.વ.ર૬) રહે. જુનાગઢ જમાલવાડી)ની ધરપકડ કરી છે.

પોલીસે કુલ મોબાઇલ પ૦૪ કિ.રૂા. ર૭.૭૬૦૦૦ તથા લેપટોપ સહિત રૂા. ર૭.૯૬નો મુદામાલ જપ્ત કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ, જુનાગઢના શ્રી મનિન્‍દર પ્રતાપસિંઘ પવાની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના થતા માર્ગદર્શન મુજબ લોકોના મોબાઇલ ફોન ચરી થવાના કે કોઇપણ જગ્‍યાએ પડી ગયેલા કે ગુમ થવાના અવારનવાર બનાવો બનેલ જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષકને ધ્‍યાને આવતા તેઓએ તુરત જ ચોરી થયેલ કે ખોવાયેલ મોબાઇલો શોધી મૂળ માલીકને પરત મળે તે માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવા સુચના આપેલ. જે અનુસંધાને એસ.ઓ.જી.ના પો. ઇન્‍સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો. સબ ઇન્‍સ. શ્રી જે.એમ. વાળા તથા એસ.ઓ.જી. સ્‍ટાફ તથા સાયબર ક્રાઇમ સેલ સતત પ્રયત્‍નશીલ છે.

એસ.ઓ.જી. પો. કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડેર તથા ધર્મેશભાઇ વાઢેરને બાતમી રાહે હકીકત મળેલ કે જુનાગઢ એમ.જી. રોડ ક્રિસ્‍ટલ એપાર્ટમેન્‍ટમાં આવેલ રાજ મોબાઇલનો સંચાલક કોઇ પણ આધાર પુરાવા વગરના તેમજ ગે.કા. રીતે મોબાઇલો મેળવી વેચાણ કરતો હોવાનું ખૂલ્‍યું છે.

 

(5:03 pm IST)