ધોરાજીમા પોલીસે કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ ની 92 બોટલ સહિત રૂ 1લાખ 36 હજાર ના મુદ્દામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડતી ધોરાજી પોલીસ
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં દારૂ જુગારની બાબતમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા કડક હાથે કામ કરી રહ્યા છે ત્યારે ધોરાજીમા પોલીસે કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ ની 92 બોટલ સહિત રૂ 1લાખ 36 હજાર ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ધોરાજી પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે
ધોરાજી ના પીઆઇ હકૂમત સિહ જાડેજા પીએસઆઇ શૈલેષ વસાવા, પીએસઆઇ નયનાબેન કદાવાલા સહિતના પોલીસે સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે પોલીસે જુનાગઢ તરફથી આવતી એક વેગનઆર કારને જામકંડોરણા રોડ પર રોકી ને તલાસી લેતા કારમાં બનાવેલ ચોરખાનામાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની 92 બોટલ કિંમત રૂા.27600 તેમજ વેગનઆર કાર રૂા.1 લાખ તેમજ રોકડ રૂા.8000 અને બે મોબાઇલ કિંમત રૂા.1000 મળી કૂલ રૂ 1,36,300ના મુદામાલ સાથે મોટરકાર માં બેઠેલાં
યોગેશ દેવશી તથા દિપક કાંતીભાઇ ને ઝડપી પાડી ને પોલીસે આગળ ની કાયવાહી હાથધરી છે આ ગૂના ની તપાસ કામગીરીમાં ચંદ્રસિંહ વસૈયા, અનીરૂઘ્ધસિંહ ઝાલા, રવીરાજસિંહ ઝાલા, રવજીભાઇ પટેલ, પ્રદિપસિંહ ચુડાસમા સહિત નો સ્ટાફ જોડાયો હતો