સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th January 2022

મોરબી જીલ્લામાં કોરોનાની અડધી સદી, તો એક્ટીવ કેસનો આંક બેવડી સદીને પાર.

મોરબી જીલ્લામાં કોરોના કેસો ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે જેમાં આજે કોરોનાના નવા ૫૧ કેસો નોંધાયા છે દિવાળી બાદ એક જ દિવસમાં ૫૧ કેસ નોંધાતા ચિંતા જોવા મળી રહી છે તો નવા ૫૧ કેસોને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક બેવડી સદીને વટાવી ગયો છે
  મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૪૪ કેસો જેમાં ૧૯ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૦૨ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી, ટંકારા તાલુકામાં ૦૨ કેસો ગ્રામ્ય પંથક અને માળિયા તાલુકામાં ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૧ કેસો નોંધાયા છે
આજે ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૫૧ કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૦૭ થયો છે કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

(11:52 am IST)