સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th January 2022

દ્વારકા જિલ્લામાં કોરોના કૂણો પડ્યો : નવા ૧૦ કેસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં શનિવાર તથા રવિવારના બે દિવસમાં ૨૫ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગઇ કાલે સોમવારે કોરોના કૂણો પડ્યો હોય તેમ નવા દસ કેસ સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઇ કાલે ૧,૩૩૫ નાગરિકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં દ્વારકા તાલુકામાં ૯ અને ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં એક મળી ૧૦ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.

(12:43 pm IST)