સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th January 2022

સાવરકુંડલાઃ પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટમાં વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: ઓલ ઈન્ડિયા કોગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન ઈમરાન પ્રતાપગઢી ની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન વઝીરખાન પઠાણ એ ભાવનગરના જાણીતા ધારાશાસ્ત્રી સાજીદ કાઝી ની પ્રદેશ સચિવ (મંત્રી) તરીકે નિયુકતી કરી છે તેઓ છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસ પાયાના કાર્યકર અને વોર્ડ થી રાજકારણ ની શરૂઆત કરી પ્રદેશ સમીતી સુધી જુદી જુદીઙ્ગ જવાબદારી સંભાળેલ હાલ પ્રદેશ સમીતી ના પ્રદેશ પ્રતિનિધિ તરીકે ધંધુકા અને ધોલેરા તાલુકાઓના પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે અને મુસ્લિમ સમાજમાં સારી એવી ચાહના ધરાવતા ભાવનગર બાર કાઉન્સિલ ના કારોબારી સભ્ય તરીકે સેવા બજાવે છે તેઓની વરણી સાસંદ શકિતસિંહ ગોહિલ, ધારાસભ્યો જાવેદ પીરજાદા, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, વિ આવકારેલ છે.

(1:17 pm IST)