News of Tuesday, 11th January 2022
જામનગરના બેડી પાસે જોડિયા ભૂંગા વિસ્તારમાં જૂથ અથડામણ : કાચની બોટલો અને પથ્થરો ફેંકતા તંગદિલી: ડઝનેક લોકો ઘાયલ
પોલીસનો કાફલો પહોંચ્યો : સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
જામનગર : શહેરમાં બેડી પાસે આવેલા જોડિયા ભૂંગા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બનતા પોલીસ કાફલો પહોંચ્યો છે,
આ અંગે મળતી વિગત મુજબ બે ટોળા સામસામે આવી કાચની બોટલો અને પથ્થરો સામસામે ફેંકતા તંગદિલી સર્જાઈ હતી. આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(10:02 pm IST)