સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th May 2022

જામખંભાળીયા નજીક રિલાયન્‍સ કંપનીમાં ડમ્‍પર થાંભલા સાથે અથડાતા ચાલક વિનુ છૈયાનું મોત

જોગવડના યુવાને રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૧ :.. જામખંભાળીયા નજીક આવેલી રીલાયન્‍સ કંપનીમાં ડમ્‍પર લઇને જઇ રહેલા ચાલકે કાબુ ગુમાવતા ડમ્‍પર થાંભલા સાથે અથડાતા ચાલકનું રાજકોટની હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગરના જોગવડ ગામમાં રહે તો વિનુ મારખીભાઇ છૈયા (ઉ.વ.૩૦) જામખંભાળીયા નજીક આવેલી રીલાયન્‍સ કંપનીમાં ડમ્‍પર લઇને જતો હતો ત્‍યારે તેણે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્‍પર થાંભલા સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ ચાલક વિનુ છૈયાને ઇજાગ્રસ્‍ત હાલતમાં જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક વિનુ અપરણીત હતો. તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. આ બનાવ અંગે મેઘપર હડાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:10 am IST)