નાનકીયા ગામની સીમમાં જુગારનો અખાડો
જુનાગઢ તા.૧૧ : રેન્જનાં નાયબ પોલીસ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટીના માર્ગદર્શનહેઠળ પ્રકાશ વશરામભાઇ મેરાવડા રહે.વડાળા (ઘેડ) ગામ તા. માણાવદર વાળાની માલીકીની ખેતીની જમીન નાનડીયા ગામની સીમમાં પાવર હાઉસ પાસે આવેલ વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચલાવે છે. રેઇડ કરતાં તીનપતી નામનો જુગાર રમતા રોકડા રૂા.૬૮,૧૩૦ તથા નાલના રૂા.૩૦૦૦ તથા મો.ફોન. ૪૧,પ૦૦ તથા મો.સા.પ કિ. રૂા.૧,૪૦,૦૦૦ મળી કુલ કિ. રૂા.ર,પર,૬૩૦ના મુદામાલ સાથે કલમ ૪, પ (૧) શીતલભાઇ વલ્લભભાઇ અઘેરા પટેલ ઉ.વ.૪૦ રહે. ખાંભલા ગામ, તા. માણાવદર (ર) હિતેષભાઇ વજશીભાઇ ભુતીયા કોળી ઉ.વ.૪૭ રહે. જુનાગઢ મધુરમ, આકાશ ગંગા - ર સોસાયટી (૩) બાબુભાઇ મંગાભાઇ ઝાલા અનુ.જાતી ઉ.વ.પપ રહે. ખાંભલા (૪) રાઘવભાઇ ભગાભાઇ ગરેજા કોળી (ઉ.વ.પર) રહે. ઓસા. ગામ તા.માંગરોળ (પ) દિપકભાઇ નાથાભાઇ મારૂ આહીર ઉ.વ.૬૦ રેહ. મેઘપર તા.વંથલી (૬) મંજુબેન વા-ઓ પ્રકાશ વશરામભાઇ મેરાવડા (ઉ.વ.રપ) રહે. વડાળા (ઘેડ) ગામ તા. માણાવદરને ઝડપી લીધા છે.
ક્રાઇમબ્રાંચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વી.એન.બડવા, નિકુલ એમ.પટેલ તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા, વુ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા તથા ડ્રા. પો. કોન્સ. મુકેશભાઇ કોડીયાતર, વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.