સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th May 2022

કેશોદના પંચાળાની સીમમાં જુગાર રમાયો

જુનાગઢ : કેશોદ ખાતે  રહેતો વિક્રમભાઇ સામતભાઇ મેરની કેશોદ તાલુકાના પંચાળા ગામની સીમમાં ખેતીની જમીનમાં આવેલ પોતાના રહેણાંક મકાને જુગારનો અખાડો ચલાવે છે. હકિકત આધારે રેઇડ કરતા રૂા.૭ર,૩ર૦ તથા નાલના રૂા.૧પ૦૦ તથા મો.ફોન પ, કિ. રૂા.૪પ૦૦૦ તથા  કાર ૧ કિ. રૂા.પ,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂા.૬,૧૮,૬ર૦ના મુદામાલ સાથે કલમ ૪,પ મુજબનો ગુન્‍હો કેશોદ પોલીસ સ્‍ટેશન ખાતે રજીસ્‍ટર કરી (૧) વક્રમભાઇ સામતભાઇ સુત્રેજા મેર ઉ.વ.પ૭ રહે. શકિતનગર સોસાયટી, મુળ ગામ સુત્રેજ તા. કેશોદ (ર) ભોજાભાઇ માલદેભાઇ વાઢીયા કોળી (ઉ.વ.૪ર) રહે. પંચાળા ગામ તા. કેશોદ (૩) ચીમન અરજણભાઇ ડઢાણીયા પટેલ (ઉ.વ.પ૯) રહે. કેશોદ, અમ્રુતનગર મેઇન રોડ, આદિત્‍ય હોસ્‍પીટલ સામે (૪) રજનીકાંત જેઠાલાલા તન્‍ના લોહાણા (ઉ.વ.૬૦) રહે. કેશોદ રાજ સિનેમા રોડ, પવિત્ર પેલેસની બાજુમાં (પ) યોગેશપરી મનસુખપરી ગોસ્‍વામી (ઉ.વ.પ૦) રહે. કેશોદ ગંગાનાથપરા કોલેજ રોડને ઝડપી લીધા છે.
એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વી.એન.બડવા, નિકુલ એમ.પટેલ તથા પો. હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, જીતેશ મારૂ, પ્રકાશભાઇ ડાભી તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા, દિવ્‍યેશભાઇ ડાભી, તથા ડ્રા. પો. કોન્‍સ. વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

 

(11:17 am IST)