ઉપલેટામાં ૨૪મીથી જીજ્ઞેશદાદા ‘રાધે રાધે'ની સપ્તાહ
સાંસદ રમેશભાઇ ધડુક પરિવાર દ્વારા આયોજનઃ મિટીંગનો ધમધમાટ
(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. ૧૧ : પોરબંદરના લોકપ્રિય સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા આગામી તા. ૨૪/૫ થી ૩૦/૫ સુધી અહિંના મો.લા. પટેલ નગર ખાતે ખ્યાતનામ ભાગવર્તાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
તેની વ્યવસ્થાના ભાગરૂપે સાંસદ રમેશભાઇ ધડુકે અહિંના સરકારી ગેસ્ટ હાઉસમાં આગેવાનોની એક મિટીંગ બોલાવી હતી. જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઇ ઠુંમર (ભોલે), તાલુકા ભાજપ પ્રમુખ રમણીકભાઇ લાડાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા, નગરપાલીકા ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા, શહેર ભાજપ મહામંત્રી રવિભાઇ માકડીયા, પૂર્વ નગરપતિ રણુભા જાડેજા, ખોડલધામના પ્રમુખ રાજુભાઇ મુંજપરા, નિલુભાઇ ગોંધીયા, પૃથ્વીસિંહ ચુડાસમા, મનીષભાઇ કાલરીયા, ઉષાબેન માકડીયા, અનીતાબેન ચૌહાણ, ફાલ્ગુનીબેન પરમાર, ધવલભાઇ માકડીયા, વિક્રમસિંહ સોલંકી, મહાવિરસિંહ વાળા, પી.પી.ટાંક, અજ્યભાઇ જાગાણી, જીજ્ઞેશ ડેર, રાજ વાઢેર, અશોકભાઇ લાડાણી, અશોકભાઇ માકડીયા, નાથાભાઇ સુવા સહીત નગરપાલીકાના સદસ્યો જુદા-જુદા સમાજના આગેવાનો વેપારીઓ ભાજપના હોદેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં હાજર રહી અને સપ્તાહના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લીધેલ હતી.