સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th May 2022

ઓખા લોહાણા સમાજનું ગૌરવ વધારતો જૈનીલ ચોટાઇ : સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયન બન્‍યો

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૧૧ : મુળ ઓખાના વતની સ્‍વ. કનૈયાલાલ મસરૂંના દોત્ર હાલ ઉપલેટામાં રહેતા ૧૩ વર્ષના જૈનીલ મનોજભાઇ ચોટાઇએ ગુજરાત સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશિપમાં ફર્સ્‍ટ રેન્‍ક લઇ ચોટાઇ સાથે મસરૂં પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

ઉપલેટામાં અભ્‍યાસ કરતો અને મહેશ્વરી એકેડમીમાં કરાટેની તાલીમ લઇ ગુજરાત સ્‍ટેટ સિલેકટ થઇ ઓરિસ્‍સા ખાતે નેશનલ રમવા જશે. જે બદલ રઘુવંશી સમાજના અગ્રણીઓએ શુભેચ્‍છા પાઠવી હતી.

(12:19 pm IST)