જૂનાગઢમાં પડતર જગ્યામાં ૪૦ હજારનો દારૂ મળી આવ્યો
જૂનાગઢ,તા.૧૧: રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ય જૂનાગઢના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા ડી.જી.બડવા તથા પોલીસસ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. પો.કોન્સ. ડાયાભાઇ કરમટા તથા કરશનભાઇ કરમટાને હકિકત મળેલ કે, ઇપ્તિયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઇ સમા ગામેતી રહે. જૂનાગઢ દાતાર રોડ, ગેસ ગોડાઉન પાસેવાળાએ જુનાગઢ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ મહાનગર પાલીકાના વર્ક શોપની પાછળના ભાગે હનુમાન દાદા મંદિરની બાજુમાં આર્યુવૈદિક કોલેજની પાછળના ભાગે આવેલ જાહેર પડતર ખુલ્લી જગ્યામાં જથ્થો ઉતારેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી હકિકત મળતા હકિકતવાળી જગ્યાએ ખુલ્લી પડતર જગ્યામાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ પડેલ હોય જે અલગ-અલગ બ્રાન્ડની પેટી નંગ-૭ તથા છુટી બોટલ નંગ-૧૭ મળી બોટલો નંગ-૧૩૭ ની કિ.રૂ.૪૦,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ હાજર નહિ મળી આવેલ ઇસમો વિરૂધ્ધ એ ડીવીજન પો.સ્ટે. ગુન્હો રજી કરવામાં આવે
ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ મારૂ તથા પો.કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.