મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાથી સાત શખ્સો છરી સાથે ઝડપાયા
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તેને પોલીસ દ્વારા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ચેકિંગ કરવામાં આવતું હતુ દરમિયાન મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી સાત શખ્સો છરી સાથે મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ગુનો નોંધી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારની અંદર પોલીસ દ્વારા ગઈકાલે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરના સિપાઈવાસ વિસ્તાર પાસેથી મુનાવર ઉર્ફે મુન્નો ઈબ્રાહીમભાઇ પીપરવાડીયા જાતે પિંજારા (૨૫), મોચીશેરી પાસેથી ઇમરાન ઉર્ફે પસ્તી સિકંદર દેવાણી જાતે મિયાણા (૩૧), દરબારગઢ ગ્રીન ચોક વિસ્તાર પાસેથી સાગર રજનીભાઈ સુખડિયા જાતે કંદોઇ (૨૯), કાલીકા પ્લોટ વિસ્તારમાંથી સબ્બીર દિલાવરભાઈ કટીયા (૧૯), ઈકબાલ હુસેન દલવાણી (૨૭), રવિ નીતિભાઇ સોલંકી (૨૫) અને નદીમ ઉર્ફે બુધો સત્તારભાઈ વડગામા (૨૩) છરી સાથે ઝડપાયેલ છે જેથી પોલીસે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.