સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી : શુક્રવારથી ૧૮ થી ૪૪ વયજૂથના લાભાર્થીઓને કોરોના વેક્સીનના સ્થળમાં ફેરફાર કરાયો

મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીનના સ્થળોમાં અંશત ફેરફાર કરાયો છે અને તા. ૧૧ જુનથી નીચે જણાવ્યા મુજબના સ્થળોએ રસીકરણ કરવામાં આવશે
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મોરબી તાલુકામાં મોરબી સિવિલ હોસ્પિટલ, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરષોતમ ચોક), પીએચસી લાલપર, સબ સેન્ટર રાજપર, પીએચસી બગથળા, પીએચસી ખરેડા અને સબ સેન્ટર મહેન્દ્રનગર ખાતે રસી આપવામાં આવશે
જયારે વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર અને મેસરિયા પીએચસી તે ઉપરાંત ટંકારા તાલુકામાં લજાઈ અને નેક્નામ પીએચસી, માળિયા તાલુકામાં ખાખરેચી પીએસસી અને હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને રણમલપુર પીએચસી ખાતે રસી મુકવામાં આવશે

(9:18 pm IST)