સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેર ભાજપનાં પ્રમુખ તરીકે વાંકાનેર શારદા વિદ્યાલયનાં સંચાલક પરેશભાઈ મઢવીની વરણી

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેર ભાજપનાં પ્રમુખ તરીકે વાંકાનેર શારદા વિદ્યાલયનાં સંચાલક પરેશભાઈ મઢવીની જાહેરાત કરવામાં આવેલ.

પરિચય:- વાંકાનેર શહેર માં શારદા વિદ્યાલય નાં સંચાલક અને પ્રીનીસિપલ પરેશભાઈ મઢવી એક ખુબજ સામાન્ય પરિવાર માં થી ઉચ્ચ અભ્યાસ કરી ને વાંકાનેર શહેર માં શૈક્ષણિક ક્ષેત્ર માં સફળતાં પ્રાપ્ત કરી આગવું સ્થાન ધરાવે છે.
જોકે વાંકાનેર નાં રાજકારણ માં છેલ્લા થોડા વર્ષો થી જ સક્રીય થયેલ અને ભાજપ મોવડી મંડળ એ લાંબી મથામળ બાદ આખરે પ્રમુખ ની પસંદગીનો કળશ પરેશભાઈ મઢવી પર ઉતરેલ ત્યારે ઉલેખનીય છે કે વાંકાનેર ભાજપ નો આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે અને આવનાર દિવસોમાં વાંકાનેર શહેર માં રાજકીય નવાજૂની થશે કે પછી ઘી નાં ઠામ માં ઘી પડી જશે તે આવનાર સમય માં જોવાનું રહ્યું.
સાથોસાથ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ નગર સેવક અમુભાઈ ઠકરાની ની મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા નાં પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે

(9:24 am IST)