સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

દિલ્હી ની કુખ્યાત ગોગી ગેંગનો શાર્પ શૂટર મોહિત જાટ કચ્છમાંથી ઝડપાયો

ગાંધીધામમાં ૫ મહિનાથી રહેતો રહેતો ગેંગસ્ટર મોહિત જાટ : ૧૫ ગંભીર ગુનાઓ સાથે દિલ્હી, હરિયાણામાં ગોગી ગેંગનો આંતક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૧ : દિલ્હી પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસે કુખ્યાત ગોગી ગેંગના ગેંગસ્ટર મોહિત જાટને ઝડપી પાડ્યો છે. દિલ્હી અને હરિયાણામાં જીતુ ગોગી ગેંગ ઉપર ૧૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ઝડપેલ મોહિત જાટ એ ગોગી ગેંગનો શાર્પ શૂટર છે.

હરિયાણા પાણીપતના પણસીનો રહેવાસી મોહિત જાટ ૨૦૨૦માં દિલ્હી સ્પેશ્યલ સેલના ગુનામાં ફરાર હતો. વિવિધ ગુનાઓ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતો મોહિત જાટે છેલ્લા પાંચ મહિનાથી ગાંધીધામ કોમ્પલેક્ષ મધ્યે આશરો લીધો હતો. પોલીસે ગાંધીધામ અંજાર હાઈવે ઉપર આવેલ મેદ્યપર બોરીચીની નિર્મલ નગર સોસાયટીમાં થી શાર્પ શૂટર મોહિત જાટ ને ઝડપી પાડ્યો હતો. અહીં તે તેના મિત્રને દ્યેર રહેતો હતો.

જોકે, કચ્છના ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ ઉપર યુપી, બિહાર, દિલ્હી અને પંજાબ હરિયાણાના ગેંગસ્ટરોની હંમેશા નજર રહી છે.

(10:26 am IST)