સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

વાંકાનેર નજીકનું માટેલધરા શ્રી ખોડીયાર મંદિર ભાવિકો માટે ખુલ્યુ

વાંકાનેર, તા.૧૧: વાંકાનેર તાલુકાના અને મોરબી જિલ્લામાં આવેલ જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે માતાજીના ભકતજનો માટે આજથી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવેલ છે દર્શન સમય સવારે ૫:૩૦ થી સાંજે ૭:૩૦ સુધી રહેશે. મંદિરમાં માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધવાના રહેશે દરેક ભકતજનોને માતાજીના દર્શન કરીને તુરત મંદિરની બહાર જવાનું રહેશે તેમજ માતાજીની આરતીમાં કોઈ ભકતોને બેસવા દેવામાં આવશે નહીં હાલ રાત્રી રોકાણ તેમજ ભોજનાલય બંધ રહેશે યાત્રિકો માટે ટૂંક સમયમાં જ઼ે 'ભોજનાલય' શરૂ કરવામાં આવશે સરકારની ગાઈડ લાઈન અનુસાર ભાવિક ભકતજનોને પાલન કરવાનું રહેશે જ યાદી આઇશ્રી ખોડિયાર માતાજી, માટેલધરાના મહંતશ્રી રણછોડદાસબાપૂ દુધરેજીયા તેમજ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલ દ્વારા જણાવાયું છે.

(11:45 am IST)