News of Friday, 11th June 2021
આટકોટ : ૧૮ થી ૪૪ વર્ષના માટે વેકસીનેશન કેમ્પ
આટકોટ : વીરનગરમાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૦૦ લોકોએ વેકસીન લીધી હતી. આ કેમ્પમાં જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, જસદણ તાલુકાના સદસ્ય શાંતુભાઇ ધાધલ, વીરનગર સરપંચ શિવભાઇ વઘાસીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.ધવલ ગોસાઇ, આરોગ્ય કેન્દ્રના ડો.ચૌધરી, વીરનગર આરોગ્યની ટીમ અને પોલીસ સ્ટાફ તથા વીરનગર ગ્રામપંચાયતનો સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : કરશન બામટા, આટકોટ)
(11:55 am IST)