સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જામનગર કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી કાગળ ઉપર : વિપક્ષના પ્રહારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૧ : વિરોધપક્ષ કોંગ્રેસ નેતા અલ્તાફ ગફારભાઇ ખફીએ જામનગર મહાનગરપાલિકા કમિશ્નરને નબળી પ્રિમોન્સુન કામગીરીમાં પગલા લેવા અંગે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.

પત્રમાં જણાવ્યુ કે, મહાનગરપાલિકા દર વખતની જેમ છેલ્લે છેલ્લે વરસાદી પાણીના નિકાલની કેનાલો સાફ કરવા માટેની કામગીરી શરૂ કરેલ છે અને કેનાલ સાફ થાય છે તેના કરતા કાગળ ઉપર સફાઇ વધારે થાય છે.

આ કામગીરી અંગે કુલ ૪૬,૦૦,૦૦૦ જેવી મોટી રકમ મંજુર કરી છે. દસ અલગ અલગ ભાગ પાડવામાં આવેલ છે અને અલગ અલગ જગ્યાએ કામગીરીના નાટક ચાલુ થયેલ છે.

આ કામગીરી અત્યંત ધીમી થાય છે અને વરસાદ થાય તેની રાહ જોવાઇ રહી છે. જેથી વરસાદ આવે પ્રિ-મોન્સુન કામગીરી પુરેપુરી દેખાડીને તમામ બિલો બનાવી દેવામાં આવે. આ મુદ્દે યોગ્ય કરવા અંતમાં માંગણી કરી છે.

(12:00 pm IST)