સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

પોરબંદર : ખાનગી શાળામાં ફી વધારો પરત ખેંચવા પરિપત્ર જારી કરવા એન.એસ.યુ.આઇ.ની રજુઆત

પોરબંદર, તા. ૧૧ :  એન.એસ.યુ.આઇ. દ્વારા ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચવાનો પરિપત્ર જારી કરવા તથા વાલીઓને એલ.સી. માટે હેરાનગતિ દૂર કરવા જણાવેલ છે.

હાલ શાળામાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. ઓનલાઇન શિક્ષણ આપવાનું પણ શરૂ થઇ ચુકયુ છે સ્વાભાવિક છે કે નવું સત્ર ચાલુ થયું છે તો શાળાઓ વાલીઓ પાસે ફી ની અપેક્ષા રાખતા હોય છે પરંતુ હાલના આ કોવિડના કપરાકાળમાં મોટાભાગની શાળાઓએ પોતાની ફીમાં વધારો કરીને ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે તે અંગે અમોને વાલીઓની અસંખ્ય ફરીયાદો મળે છે અને કદાચ આપની કચેરીએ પણ મળી હશે. નિયમ મુજબ કોઇપણ શાળાએ ફી વધારા માટે કમિટી સમક્ષ યોગ્ય આધાર પુરાવા સાથે પોતાની ફાઇલ મુકલાની હોય છે પરંતુ કોઇપણ શાળાની ફી વધારની ફાઇલ-ર૦ર૧-ર૦ર ની મંજુર કરેલ નથી ઘણી શાળાઓએ એફઆરસી-સમક્ષ પોતાની ફાઇલ પણ મુકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઘણી બધી શાળાઓ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી વધારેલી ફી વસુલી રહી છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ કિશનભાઇ રાઠોડ, ઉમેશરાજ બારૈયા, કેતિન ઝાલા, સુરજ બારોટ, જયદિપ સોલંકી, રાજ ઓડેદરા, રોહિત સિસોદિયા, જય ઓડેદરા, યશ ઓઝા વિગેરે રજુઆત સમયે હાજર રહ્યા હતા.

(12:57 pm IST)