સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

અમરેલી જીલ્લામાં ૨૦ જગ્યાએ દરોડા : ૧૧૩ શખ્સોની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૧ : જિલ્લામાં ૨૦ સ્થળોએથી ૧૧૩ શરાબીઓને પકડી પાડ્યા છે. અમરેલી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જીલ્લાભરમાં પોલીસે જીલ્લા સ્થળોએ ૧૧૩ લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. તેમજ જીલ્લા જુદા -જુદા ૨૦ સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને ૧૩ શખ્સોને ૫૦ લી દેશી દારૂ રૂ. ૧૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ધારીના સરેસીયા રોડ ઉપર રાજે પ્રભાશંકર મહેતા (ઉવ.૪૬) રહે નસેડી તા. સાવરકુંડલા વાળાને સ્કુડા કારમાં ઇંગ્લીશ દારૂ ૩૪ બોટલ અને કાર મળી કુલ ૭૬,૩૦૦ના મુદ્દામાલ સાથે પો. કોન્સ. રામકુભાઇ કહોરે ઝડપી પાડ્યા હતા.

અપહરણ

પંચાયત રોડ ઉપર મહુવા ગામના મનુભાઇ ભગવાનભાઇ બાંભણીયા (ઉવ.૨૫)ને સોનિલ ભરત રાઠોડે માથામાં પાઇપ મારવા જા હાથે ઇજા કરી સંજય મધુ રાઠોડ, ભાવેશ ભરત રાઠોડ અને ૬ અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો મારા મારી પત્નિ આરતીબેનનું ફોર વ્હીલ જીજે૪બીઆર૫૬૧૫માં અપહરણ કરી ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છેડતી

અમરેલી સરદારનગર શે.નં. ૫ વ્રજ વિહાર સોસાયટીમાં રહે મહિલાને હેઠવાડ ફેકવા બહાર આવતા જેન્તી ગોબર મણાણીએ છેડતી કરી જેન્તી ગોબર, હિતેષ ગોબર મણાણીએ પતિ, જેઠ, સસરાને ગાળોબોલી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે અમરેલી ચક્કગઢ રોડ પ્રકાશ મંડપ પાસે શિવઓટોની બાજુમાં હિતેષભાઇ જેન્તીભાઇ મણાણી (ઉવ.૩૪)ને જુના મનદુઃખના કારણે માથાકૂટ ચાલતી હોય અને ધમકી આપતા સમજાવતા જતા દિલીપ હિરા પંકજ હિરા અને સુરેશ હિરા મારૂએ મારામારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

ચિતલરાઢીયા રોડ ઉપર મોટી કુંકાવાવના કાંતિભાઇ બચુભાઇ દોમડીયા પોતાનું કજી.જે.૫ડી.ઇ.૬૮૯૫ પુર ઝડપ અને બેફીકરાઇથી ચલાવી કાબુ ગુમાવી પથ્થરના ખાભા સાથે અથડાતા ગંભીર ઇજા થતા મોત નિપજ્યાની રતીલાલ બચુભાઇ દોમડીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

બાબરા તાલુકાના દેવળી ગામે રહેતા ચંદુભાઇ વલ્લભભાઇ વિરમગામ (ઉવ.૫૦)ની વાડી પાસે ઇલેકટ્રીક નોથા ભલો ભાગી જતા પીજીવીસીએલના કોન્ટ્રાકટરે લઇ જવાનું જણાવતા સારૂ નહીં લાગતા કાળુ મનજીઇસોટીયાએ લાકડી વડે મારામારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:12 pm IST)