સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જુનાગઢ ભવનાથ મંદિરે સાધુસંતોએ પુજન-અર્ચન કરી દર્શનાર્થી માટે ખુલ્લુ મુકયુ

જુનાગઢઃ ભવનાથ તળેટી સ્થિત ભવનાથ મહાદેવ મંદિર ખાતે આજે સવારે મંદિરના મહંત હરીગીરીજી મહારાજ પુ.ઇન્દ્રિભારતીબાપુ  પુ.શેરનાથબાપુ મહામંડલેશ્વર મહિન્દ્રાનંદગીરીજી, પૂ. હરીહરાનંદ ભારતીજી મહારાજ, મહાદેવગીરીબાપુ સહિત ગિરનાર મંડળના સંતોની ઉપસ્થિતીમાં પૂ.હરીગીરી મહારાજ, પૂ. ઇન્દ્રભારતીબાપુએ ભવનાથ મહાદેવનું પુજન - અર્ચન કરી ભાવિકોને દર્શન માટે આજથી મંદિર ખુલ્લુ મુકવામાં આવેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:15 pm IST)