સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબીમાં આરટીપીસીઆર રીપોર્ટ અંગે વેપારીઓએ ધ્યાનમાં લેવું

R.T.P.C.R. રીપોર્ટ કરાવવો ફરજીયાત : અધીકારીઓને તેમણે રસી લીધેલ હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

મોરબી નગરપાલિકાના શાસક પક્ષ ના નેતા કમલભાઈ દેસાઈની યાદી જણાવ્યું છે કે વેપારીઓ એ સરકારની ગાઈડ લાઈન મુજબ R.T.P.C.R. રીપોર્ટ કરાવવો ફરજીયાત છે.તેમ છતાં જે વેપારીઓ કોવીડ ની રસીના ડોઝ લીધા હોય. તે વેપારીઓ એ RTPCR રીપોર્ટ કરાવવો ફરજીયાત નથી.તપાસ માં આવનાર અધીકારીઓને તેમણે રસી લીધેલ હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.જો કોઈ વેપારીઓને આ બાબતની કનડગત થાય તો તેઓએ કમલભાઈ દેસાઈ મો.નં 7016471901 નો સંપર્ક કરવા જણાવ્યું છે.RTPCR નો રીપોર્ટ મોરબી નગરપાલિકા તરફથી મોરબી નગરપાલિકાની બાજુમાં ટાઉનહોલ માં ફ્રી કરી આપવામાં આવશે જેથી વેપારીઓને રીપોર્ટ કરાવવા અપીલ કરી છે

(7:39 pm IST)