સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી જીલ્લામાં કોરોનાના ૨ કેસ પોઝીટીવ, ૩ દર્દીઓ સાજા થયા.: હાલમાં ૨૨ એક્ટીવ કેસ

મોરબી જીલ્લામાં શુકવારના ૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી ૨૨ એક્ટીવ કેસ હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં શુકવારના રોજ ૨ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ પોઝીટીવ આવ્યા છે તો અન્ય તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી.મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૪૮૪ પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે તો ૬૧૨૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને ૮૭ દર્દીઓના મૃત્યુ થયા છે તેમજ હાલ એક્ટીવ કેસની સંખ્યા ૨૨ છે

(9:25 pm IST)