સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જામનગર મહાનગરપાલિકા કમિશનરનો વધારાનો હવાલો કલેક્ટર રવી શંકરને સુપ્રત,મહેસાણા ડીડીઓ એમ. વાય, દક્ષિણ મહેસાણા કલેકટર તરીકે વિશેષ જવાબદારી સંભાળશે,વડોદરા કલેકટર શાલિની અગ્રવાલની બદલીથી ખાલી પડેલ જગયાનો ચાર્જ વડોદરા ડીડીઓ કિરણ ઝવેરી સંભાળશે

રાજકોટ :તાજેતરમાં આઇએએસ અધિકારીઓની બદલીમા મહેસાણા અને વડોદરા કલેક્ટરની જગ્યા ખાલી પડતા વહીવટી કારણોસર આ જગ્યાનો ચાર્જ બન્ને શહેરના જિલ્લા વિકાસ અધિકારીને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  મહેસાણામાં પ્રભાવશાળી કામગીરીથી લોક પ્રિય બનેલ ડીડીઓ એમ. વાય.દક્ષિણીને મહેસાણા કલેક્ટર,તથા વડોદરા શહેરમાં યશસ્વી કામગીરી બજાવી જાણીતા બનેલ શાલિની અગ્રવાલના સ્થાને ડીડીઓ કિરીણ ઝવેરીને ચાજૅ આપવામાં આવ્યો છે.

 જામનગર મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલની બદલીથી ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો  કલેક્ટર શ્રી.રવિશંકરને સુપરત કર્યો છે.

  Ias લેવલે વિધિસર રીતે હવે કલેક્ટર ડીડીઓ અને મહા નગરપાલિકા કમિશનરની બદલીઓ થશે ત્યાં સુધી વચ ગળાની આ વ્યવસ્થા હોવાનું પણ સૂત્રો  જણાવે છે

(10:53 pm IST)