સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th June 2022

પોરબંદરના મોઢવાડામાં લીરબાઇ માતાજીના મંદિરે કાલે મા-બાપને ભૂલશો નહી કાર્યક્રમ

પોરબંદર તા.૧૧ : મોઢવાડીયા પરિવાર દ્વારા નજીકના મોઢવાડા ગામે વીરબાઇ માતાજીના મંદિરે મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું સાંજે પાંચ વાગ્‍યે આયોજન કરેલ છે.

‘મા-બાપને ભુશલો નહી' ના પ્રસ્‍તુતકર્તા અશ્વિનભાઇ જોષી દ્વારા રવિવારે મોઢવાડા ગામે લીરબાઇ માતાજીના મંદિરે પાંચ વાગ્‍યે કાર્યક્રમની પ્રસ્‍તુતિ થશે. સમસ્‍ત મોઢવાડા ગ્રામજનો માટે થયેલ આ આયોજનમાં પીપળીધામના રામદેવજી મહારાજ મંદિરના મહંત બ્રહ્મનિષ્‍ઠ સદ્દગુરૂ વાસુદેવ મહારાજ ઉપસ્‍થિત રહીને આર્શીવચન પાઠવશે. આયોજકો પિયુષભાઇ નાગાભાઇ મોઢવાડીયા, દિશા અર્જુનભાઇ મોઢવાડીયા, પાર્થ અર્જુનભાઇ મોઢવાડીયા, મંજુબેન નાગાભાઇ મોઢવાડીયા, દેવિકાબેન રામદેવભાઇ મોઢવાડીયા, વિશ્વમ જયેશભાઇ મોઢવાડીયા, ધ્રુવાંશી જયેશભાઇ મોઢવાડીયા અને ગ્રિષ્‍મા હમીરભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું છે કે માતા અને પિતા વગર જીવ સૃષ્‍ટિ અશકય છ.ે બાળકને જન્‍મ તા-પિતા આપે છે. પાલન પોષણ કરે છે, બાળકોનું જીવન સખુમય બને તે માટે પોતાના સુખનો ભોગ આપે છ.ે મહેનત મજદુરી કરીને પોતાના બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાની કોશિષ કરે છે. અને પોતે ઉભી કરેલી નાની મોટી સંપતિ પણ બાળકોને આપવાની ઇચ્‍છા રાખે છ.ે પોતાના બાળકોની તમામ ઇચ્‍છા પૂરી કરવા મા-બાપ બધું જ કરી છૂટે છે.હું જે કંઇ છું તે મારી શકિતથી નહીં પરંતુ મારા માતા-પિતાના ઉછેર અને સંસ્‍કારોને કારણે, મારા વિશાળ કુટુંબના પ્રેમ અને સંસ્‍કારને કારણે, વડીલોના આર્શીવાદના કારણે છું. આ ભાવ આપણા સૌમાં જાગે તો બધા જ કલહ અને ઇર્ષા દુર થાય. આપણા ઘર, કુટુંબ, સગા સંબંધીઓ અને આગળ વધીને ગામ સમાજ અને દેશમાં પણ શાંતિ સ્‍થપાય. તેવા હેતુ સાથે આપણા કુટુંબમાં પ્રેમ અને કરૂણાની અદ્દભૂત સરવાણી વહે અને તેની શરૂઆત આપણા ગામમાં દરેક પોતાના ઘરેથી કરે તેવા ભાવથી યોજાનાર આ કાર્યક્રમની સાથોસાથ સમસ્‍ત ગ્રામજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્‍યું છે. સૌ મોઢવાડાવાસીઓને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવેલ છે.

(1:40 pm IST)