અમરેલીના નાગેશ્રી પંથકમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ : અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે. જે.ચૌધરીના સુચનાથી નાગેશ્રી ટાઉન બીટ ઇન્ચાર્જ મેહુલનગર વિનુભાઇ મકવાણા યુએચસી તથા મધુભાઇ નથુભાઇ પોપટ યુએચસી તથા મધુભાઇ લખુભાઇ ભેરડા યુએચસી પ્રવિણભાઇ લાખાભાઇ મકવાણા યુએચસી તથા પો.કોન્સ રાજદિપસિંહ દીલીપસિંહ ગોહીલ તથા પો.કોન્સ. રાજુભાઇ ધોહાભાઇ મોરી વિગેરે પોલીસ સ્ટાફે ચોકકસ બાતમી આધારે નાગેશ્રી ટાઉનમાં નેસડી પાર્ટી વિસ્તારમાં બાપાસિતારામ મંદિરના ઓટલા પાસે જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા ચાર શકુંજીઓને રોકડા રૂા. ૧૦,પપ૦ તથા ગંજીપાના નંગ પર મળી કુલ રૂા. ૧૦,પપ૦ના મુદામાલ સાથે રોકડ કવોલીટી કેસ શોધી પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છ.ે
પોલીસે સામતભાઇ ઉકાભાઇ સોલંકી ઉ.૩૦ ધંધો મજુરી, રહે. નાગેશ્રી નેસડીય પાર્ટી, સુરેશભાઇ ભીખુભાઇ બોરીચા ઉ.૪પ ધંધો માલઢોર રહે. જુનાપાદર નાગેશ્રી, લખમણભાઇ નારણભાઇ શીયાળ ઉ.૩પ ધંધો મજુરી રહે. નાગેશ્રી નેસડીપાર્ટી, પુનાભાઇ જીણાભાઇ પરમાર ઉ.૪પ ધંધો મંજુરી રહે નાગેશ્રી નેસડીપાર્ટી (તા. જાફરાબાદ જી. અમરેલીવાળો) ની ધરપકડ કરી છે.