News of Thursday, 11th August 2022
રક્ષાબંધન
હે આજ બેની બાંધે છે
વિરલાને તાંતણો રે.
હે રક્ષાયુ કરે દિનોનાથ
ઉની ન આવે આંચ રે.
હે સો વરસ તણી જીંદગી
જીવે મારો વિરલો રે.
હે સુખ સંપની ઉડે છોળો
અને દિનરાત રહે ઉડતી રે.
હે. બેની કરે પોકાર હરીને
જુગ જુગ જીવે વિરલો રે.
હે રક્ષાબંધન તણી સાખ બેનડી
લેતી ભાઇ ઓવરાણા રે.
હે પ્રેમ લાગણી ઉપમા આપતી
બેન જીવન મરણ નો સંગ રે.
હે બેની બાંધે છે તાંતણો
લાંબું જીવે મારો વિરલો રે.
હે લિયે કાયમ સંભાળ બેન તણી
બેનડી માંગે છે આટલુ રે.
હે કવિ રમેશ તણી બેનડી
રક્ષાયુ કરવા બાંધે રાખડી રે.
લેખનઃ કવિ રાજગોર રમેશ.એ.
૯૬૬૪૯ ૫૫૮૦૪
વાંકાનેર
(12:36 pm IST)