News of Thursday, 11th August 2022
ધોરાજીની સોની બજારમાં ગાયનું મોત
ધોરાજી : સોની બજાર જે આખો દિવસ ધમધમતી બજાર જયાં વહેલી સવારે એક ગાય ઇલેકટ્રીકના થાંભલા પાસે મરણ પામેલ મળી હતી. આ અંગે જીઇબીના ઙે.ઇજનેર રાદડીયાને જાણ કરાતા વહેલી સવારે જ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ દુઃખદ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ઘેરાશોકની લાગણી ફેલાય હતી. ગાયનું મૃત્યુ કઇ રીતે થયુ તે તપાસ ચાલી રહી છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા - ધોરાજી)
(12:53 pm IST)