સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

દેવભુમિ તથા જામનગરના અધિક નિવાસી કલેકટર તથા નાયબ કલેકટરો, ડે.ડી.ડી.ઓ બદલાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧ : ગુજરાત રાજય સરકાર દ્વારા ગઇકાલે નાયબ  કલેકટર કક્ષાના ૭૯ અધિકારીઓ તથા અધિક નિવાસી કલેકટરના ૪પ ઉપરાંત અધિકારીઓની સામુહિક બદલીઓ થતા જામનગર દ્વારકા જિલ્લાના અનેક અધિકારીઓ બદલાયા છે.

દ્વારકા અધિક નિવાસી કલકેટર સુંદર કામગીરીમાં તથાહાલ લમ્‍પી રોગચાળામાં ખુબ જ સુંદર કામગીરી કરનાર તથા ૩૧-૮-રરના નિવૃત થનાર કે.એમ.જાની જેઓ પોણા ત્રણ વર્ષથી વધુ સમયથી દ્વારકા જિલ્લામાં હતા. તેમની બદલી ગાંધીનગર રમત ગમત  વિભાગમાં કરાઇ છે તથા તેમના સ્‍થાને ગાંધીનગર આરોગ્‍યમાંથી  બી.એમ. જોટાણીયા નિયુકત થયા છે. જયારે જામનગર અધિક  નિવાસી કલેકટર એમ.પી. પંડયાની બદલી ભુજ કચ્‍છ થઇ છે તથા તેમના સ્‍થાને દ્વારકા ડી.આર.ડી.એ.ના ડાયરેકટર શ્રી બી.એન.ખેરની નિમણુંક થઇ છે.

હજુ ગઇકાલે જ મતદાર યાદીસુધારણા સંદર્ભે પત્રકારો સાથે મીટીંગ રાખનાર નાયબ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારકાના જી.કે.રાઠોડને ડી.આર.ડી.એ. ડાયરેકટર તરીકે કચ્‍છ જિલ્લામાં બદલી થઇ છે. દ્વારકા એન.ડી.એમ. યોજનાના નાયબ કલેકટર કુંજલ કે. શાહની બદલી ડે. કલેકટર મહી સાગરમાં થઇ છે. જામનગર શહેરના પ્રાંત અધિકારી આસ્‍થા ડાંગરની બદલી દ્વારકા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી તરીકે થઇ છે.

જામનગરના સ્‍ટેમ્‍પ ડયુટી નાયબ કલેકટર આચાર્યની બદલી હળવદ પ્રાંત અધિ. થઇ છે.

દ્વારકા ડે.ડી.ડી.ઓ. વાય.ડી. શ્રી વાસ્‍તવની બદલી ગિર સોમનાથમાં થઇ છે. જામનગર ડે.ડી.ડી.ઓ. આર.એમ. રાયઝાદાને સુરેન્‍દ્રનગર ડી.આર.ડી.એ.માં થઇ છે. જામનગરના ડે.ડી.ડી.ઓ. કે.એ.રાઠોડ પણ બદલાયા છે તથા અગાઉ દ્વારકા અધિક નિવાસી કલેકટર તરીકે સુંદર કામગીરી કરનાર તથા ત્રણેક વર્ષથી નર્મદા જિલ્લામાં નર્મદા પ્રોજેકટના વિકાસમાં મોટુ યોગદાન આપનાર એચ.કે.વ્‍યાસની બદલી ગાંધીનગર ઉચ્‍ચ શિક્ષણમાં ડાયરેકટર તરીકે થાય છે.

થોડાસમયમાં મામલતદાર કક્ષાની બદલીઓ પણ થનાર હોવાનું જાણવા મળેલ છે.

(12:59 pm IST)