સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

મહારાષ્‍ટ્રથી પાર્સલ પેકીંગના ઓઠા હેઠળ મંગાવેલ ૧૦ લાખના દારૂ સાથે જુનાગઢમાં બે શખ્‍સો ઝડપાયા

જુનાગઢ તા. ૧૧ : એક આઇસર ટ્રક રજી.નં. એમએ ૪૮ સીબી-૩પ૦૮ માં બહારના રાજયમાંથી પુર્વ આયોજીત કાવત્રુ કરી બનાવટી બીલટી આધારે ગે.કા.. વિદેશી દારૂનો જથ્‍થો ભરી રાજકોટ તરફથી જુનાગઢના તરફ આવે છે. ેતેવી હકિકત મળતા વન સંશોધન રેન્‍જના ગેઇટ પાસે વોચમાં  રહેતા થોડીવારમાં સાબલપુર તરફથી એક આઇસર ટ્રક આવતા જે હાથબતીના અંજવાળે જોતા ઉપરોકત હકિકતવાળુ આઇસર ટ્રક હોય જેથી હાથ તથા લાકડીના ઇશારા વડે આઇસર ટ્રક રોકાવતા મજકુર ચાલક આઇસર ટ્રક રોકેલ નહી અને સ્‍પીડથી ચલાવતા આગળ સ.વા.આડુ નાખી રોકાવતા આઇસર ટ્રકમાંથી બે ઇસમો નીચે ઉતરી ભાગવા જતા બંને ઇસમોને કોર્ડન કરી જેમના તેમા પકડી પાડી આઇસર ટ્રક તાલપત્રીથી બાંધેલ હોય જે તાલતપત્રી ખોલી અંદર તપાસ કરતા પ્‍લાસ્‍ટીકથી પેક કરેલ પુઠાની પેટીઓ પાર્સલ વાળી જોવામાં આવતા જેમાં એક પાર્સલ ખોલી જોતા જેમાં વિદેશી દારૂની પુઠાની અલગ-અલગ બ્રાન્‍ડની પેટીઓ પડેલ હોય જે અલગ-અલગ બ્રાન્‍ડની પેટી નં. ર૦૦ બોટલો નંગ ૬૯૯૬ કિ. રૂા.૯,૬૦,૦૦૦ તથા મો. ફોન નંગ-૩ કિ. રૂા. ૩૦,૦૦૦ તથા આઇસર ટ્રક રજી. નં.એમએચ ૪૮ સીબી. ૩પ૦ કિ. રૂા.૭,૦૦-૦૦૦ નો તમામ મુદામાલ કબજે કરી પ્રોહીબીશન ધારા હેઠળ (૧) મુલાયમસીંગ રાજબહાદુર યાદવ ઉ.૩૦ રહે મુળ બેંકટ પો.સ્‍ટ. મીરગનું તા. માછલીશહર જી.જોનપુર હાલ એકસ ૧૦ ગણેશ આનંદ નગર હનુમાન મંદિર જનતા નગર રસ્‍તા ભાયંદર વેસ્‍ટ થાણે મહારાષ્‍ટ્ર (ર) દિપેન્‍દ્ર ઠાકુરભાઇ પટેલ ઉ.૩૪ રહે. ૮૪ મોટા ઘેર ફળિયા મરવડ દમણ સંઘ પ્રદેશ દમણ અને દિને ઝડપી લીધા હતા.

 કાઇમ બ્રાન્‍યના પોલીસ ઇન્‍સ એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિજભાઇ એન. બડવા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ પ્રકાશભાઇ જે. ડાભી જીતેષ મારુ, તથા પો.કોન્‍સ.દિપકભાઇ બડવા તથા ડ્રા.પો.કોન્‍સ જગદીશભાઇ ભાટ તથા વનરાજભાઇ ચાવડા વિગેરે પોલી સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છ.ે

(3:37 pm IST)