News of Thursday, 11th August 2022
કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ: કલ્યાણપુર, હરિપર અને ભાટિયા પણ મેઘરાજાની પધરામણી .
વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી: ઉભો પાક પર કાચાં સોના જેવો વરસાદ વરસ્યો: ભાટીયાના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે કલ્યાણપુર હરીપર અને ભાટિયા પણ વરસાદ વરસ્યો હતો
વરસાદી માહોલ થી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે, ઉભો પાક પર કાચાં સોના જેવો વરસાદ વરસ્યો હતો ખેતરોમાં વરસાદ પડતાં ખેડૂતોને પાકમાં ફાયદો. થશે બફારા વચ્ચે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે ભાટીયા શહેરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાય હતા મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા
(6:55 pm IST)